Pakistan Blame India For Pollution: પાકિસ્તાનમાં હવાનું પ્રદૂષણ ગંભીર સમસ્યા બની રહ્યું છે. ખાસ કરીને પંજાબ પ્રાંતના લાહોરમાં હવાની ગુણવત્તા અત્યંત ખરાબ થતાં હવે પાકિસ્તાને પ્રદૂષણ માટે ભારતને જવાબદાર ઠેરવ્યું છે. પંજાબ પ્રાંતનાં મંત્રી મરિયમ ઔરંગઝેબે દાવો કર્યો છે કે દિવાળી દરમિયાન ભારતમાં ફોડવામાં આવેલા ફટાકડા અને ખેતરોમાં પરાળી બાળવાથી નીકળેલો ધુમાડો સરહદ પાર કરીને લાહોર પહોંચ્યો હતો. તેમના દાવા મુજબ, તેના કારણે શહેરમાં પ્રદૂષણનું સ્તર ઝડપથી વધ્યું હતું.
લાહોરનો AQI 600ને પાર, ભારત પર લગાવ્યો આરોપ
મરિયમ ઔરંગઝેબે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને ભારતના અમૃતસર, લુધિયાણા, જલંધર, પટિયાલા, ભટિંડા અને ફિરોઝપુર જેવા શહેરોમાંથી પ્રદૂષિત હવા પૂર્વી માર્ગે લાહોર પહોંચી હોવાનો આરોપ લગાવ્યો હતો.
તેમણે દાવો કર્યો હતો કે 8 નવેમ્બરે લાહોરમાં પ્રદૂષણનું સ્તર વધવા પાછળ સરહદ પારથી આવતી હવાનો પણ ફાળો હતો. આ દરમિયાન લાહોરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 600ને પાર થઈ ગયો હોવાનું જણાવાયું હતું. અનેક વિસ્તારોમાં હવાની ગુણવત્તા અત્યંત જોખમી સ્તરે પહોંચી હતી.
પાકિસ્તાનનો દાવો, હવાની ગુણવત્તામાં થયો સુધારો
મરિયમ ઔરંગઝેબે બાદમાં દાવો કર્યો હતો કે લાહોરની હવાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે. તેમણે આ સુધારાનો શ્રેય પંજાબ સરકારના પ્રદૂષણ નિયંત્રણ અભિયાન, અનુકૂળ હવામાન અને તીવ્ર પવનને આપ્યો હતો.
તેમના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી મરિયમ નવાઝ શરીફના નેતૃત્વ હેઠળ સ્થાનિક પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે અનેક પગલાં લેવામાં આવ્યાં છે. સતત દેખરેખ અને પવનની દિશામાં ફેરફારને કારણે પણ હવાની ગુણવત્તા સુધારવામાં મદદ મળી છે.
ભારતનાં અનેક શહેરોમાં પણ પ્રદૂષણ ગંભીર
દિવાળી બાદ ભારતનાં અનેક શહેરોમાં પણ હવાની ગુણવત્તામાં ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં AQI 400ને પાર ગયો હતો, જ્યારે કેટલાક વિસ્તારોમાં તે 300થી વધુ નોંધાયો હતો.
આ ઉપરાંત મધ્યપ્રદેશના ભોપાલ અને ઉજ્જૈન, હરિયાણાના બહાદુરગઢ તેમજ ઉત્તર પ્રદેશના નોઈડા, બુલંદશહેર અને ગાઝિયાબાદમાં પણ પ્રદૂષણનું સ્તર ઊંચું નોંધાયું હતું. નોઈડામાં AQI 332, બુલંદશહેરમાં 331 અને ગાઝિયાબાદમાં 324 નોંધાયો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
કેટલો AQI જોખમી ગણાય છે?
હવાની ગુણવત્તા માપવા માટે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)નો ઉપયોગ થાય છે. તેના આધારે પ્રદૂષણની સ્થિતિને નીચે પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવે છે:




