અમિતાભ બચ્ચનની તબિયત સારી ન હોવાના કારણે 'કૌન બનેગા કરોડપતિ'નું શૂટિંગ એક અઠવાડિયાથી રોકાયું છે. 

અહેવાલ મુજબ, બિગ બી છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થતા અનુભવી રહ્યા છે. 

શોના મેકર્સે તેમની તબિયતને ધ્યાનમાં રાખીને નવા એપિસોડનું શૂટિંગ હાલ અટકાવ્યું છે. 

રણબીર કપૂર, સાઈ પલ્લવી અને રવિ દુબે સાથેનો 'રામાયણ' પ્રમોશનલ એપિસોડ દિવાળી સ્પેશિયલ તરીકે વહેલો પ્રસારિત કરાયો. 

અમિતાભના બ્લોગ મુજબ તેઓ ધીમે ધીમે જૂની દિનચર્યા અને કામકાજમાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યા છે.