ટીવી અભિનેત્રી અદા ખાને ગોલ્ડન ટ્રાન્સપરન્ટ સાડીમાં ખાસ ફોટોશૂટ કરાવ્યું છે.
સાડીમાં આપેલા તેના અલગ-અલગ પોઝ અને ગ્લેમરસ અંદાજે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.
અદા ખાન અભિનય ક્ષેત્રે આવતાં પહેલાં કોલ સેન્ટરમાં નોકરી કરતી હતી.
વર્ષ 2009માં 'પાલમપુર એક્સપ્રેસ' સિરિયલથી તેણે ટેલિવિઝન કારકિર્દીની શરૂઆત કરી હતી.
ત્યારબાદ 'નાગિન' સહિતના ટીવી શોમાં કામ કરીને અદાએ મનોરંજન જગતમાં પોતાની ઓળખ બનાવી.