election: ભારતના ચૂંટણી પંચે ગુરુવારે છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીની ‘સ્પેશિયલ સમરી રિવિઝન’ (SSR) કરવાની જાહેરાત કરી છે. આ પ્રક્રિયાનો ઉદ્દેશ્ય પાત્ર મતદારો—ખાસ કરીને યુવાનો અને પ્રથમ વખત મતદાન કરનારાઓ—ના નામ મતદાર યાદીમાં સામેલ કરવાનો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ ઝુંબેશ અરુણાચલ પ્રદેશ, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, મિઝોરમ, ઓડિશા અને સિક્કિમમાં હાથ ધરવામાં આવશે.

૩૦ નવેમ્બરે મુસદ્દા મતદાર યાદી (Draft Electoral Roll) પ્રસિદ્ધ થશે

ચૂંટણી પંચે જણાવ્યું છે કે આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટેની મુસદ્દા મતદાર યાદી ૩૦ નવેમ્બરે પ્રસિદ્ધ કરવામાં આવશે. અંતિમ મતદાર યાદી ૨૧ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ જાહેર કરવામાં આવશે. આ ઝુંબેશ હેઠળ, જે વ્યક્તિઓ ૧ એપ્રિલ, ૧ જુલાઈ અને ૧ ઓક્ટોબર, ૨૦૨૭ના રોજ મતદાન કરવા માટે પાત્ર બનશે, તેઓ પણ અગાઉથી પોતાની અરજીઓ સબમિટ કરી શકશે.

જરૂરી સંસાધનો એકત્ર કરવા રાજ્યોને નિર્દેશ

ચૂંટણી પંચે સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને સૂચના આપી છે કે તેઓ આ પ્રક્રિયા હાથ ધરવા માટે પૂરતો સ્ટાફ અને જરૂરી સંસાધનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે.