Narmada: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગોલા તલવાડી ગામ પાસે રસ્તો ઓળંગી રહેલા એક દીપડાનું અજાણ્યા વાહને ટક્કર મારતાં મોત થયું હતું. અકસ્માત બાદ વાહન ચાલક વાહન લઈને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.

ડ્રાઈવરે ટક્કર મારીને ભાગી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, તિલકવાડા નજીક ગોલા તલવાડી ગામ પાસેથી પસાર થતા રસ્તા પર દીપડો રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે ઝડપથી આવી રહેલા એક અજાણ્યા વાહને દીપડાને ટક્કર મારી હતી, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ડ્રાઈવર વાહન લઈને ભાગી ગયો હતો. ઘટનાની માહિતી મળતાં સ્થાનિક રહેવાસીઓ અને વન્યપ્રેમીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

વન વિભાગની ટીમે મૃત દીપડાનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ ભાગી ગયેલા અજાણ્યા વાહન ચાલક સામે વન્યજીવન સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ માટે વધુ કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે.