Gujarat News: ગુજરાત સરકારે શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શૈક્ષણિક વ્યવસ્થા જાળવવા માટે મહત્વપૂર્ણ નિર્દેશો જાહેર કર્યા છે. નવા નિયમો અનુસાર, પરવાનગી વિના કોઈ પણ બહારની વ્યક્તિને શાળા પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. માતા-પિતા સિવાયની અન્ય વ્યક્તિઓએ શાળામાં પ્રવેશવા માટે આચાર્યની પૂર્વ મંજૂરી લેવી પડશે.
શાળા પરિસરમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર પ્રતિબંધ
નવા નિર્દેશો મુજબ શાળા પરિસરમાં પરવાનગી વિના ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરી શકાશે નહીં. શાળામાં પ્રવેશ અને પરિસરમાં ફોટા કે વીડિયો ઉતારવા માટે નક્કી કરેલા નિયમોનું પાલન કરવું પડશે.
સરકારનો આ નિર્ણય શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા અને વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત વાતાવરણ જાળવવાના હેતુથી લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી
નિર્દેશોનું ઉલ્લંઘન કરીને પરવાનગી વિના શાળામાં પ્રવેશ કરનાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શાળાના સંચાલકો અને આચાર્યોને પણ પ્રવેશ વ્યવસ્થા અંગે સાવચેતી રાખવાની જરૂર રહેશે.
આ નિર્દેશોનો અમલ કેવી રીતે કરવામાં આવશે અને તેના સંબંધમાં કઈ માર્ગદર્શિકા લાગુ પડશે, તેની વિગતો સત્તાવાર પરિપત્રના આધારે સ્પષ્ટ થશે.




