Narmada: નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના રોહડા ગામમાં, એક માતાએ તેના પુત્રને ઘરકામ ન કરવા બદલ ઠપકો આપ્યો, ત્યારબાદ પુત્રએ તેની માતાને કુહાડીથી મારી નાખી. 15મી તારીખે રોહડામાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ફરિયાદી, રોહડા ગામના રાયસિંહ વેસ્તા વસાવા, ઘરે કોઈ કામ કે ધંધો કરતા નહોતા. તે ગામમાં ફરતા હતા.

જેથી માતા ભગડીબેને કામ ધંધો કરવા અને રખડવાનું ના પાડતા રાવજી ગુસ્સે થઈ ગયો અને ભગડીબેનના માથાના ઉપર અને પાછળના ભાગમાં કુહાડીથી હુમલો કર્યો, જેના કારણે ગંભીર ઈજાઓ થઈ. ગંભીર ઈજાઓને કારણે ભગડીબેનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. ડેડિયાપાડા પોલીસે પુત્ર સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, સંબંધોની ગરિમા અને મર્યાદા માટે ઓળખાતું ગુજરાત આજે અન્ય રાજ્યની જેમ આવી હિંસક ઘટનાના કારણે ચર્ચામાં રહેવા લાગ્યું છે, ત્યારે દિવસેને દિવસે વધતી આવી ઘટનાઓ સમાજને ખોટી દિશામાં આગળ ધપાવી રહ્યું છે, તો બીજી તરફ રાજ્યામાં વધી રહેલી ગુનાખોરી અંગે રહીશો પોલીસની કામગીરી પર સવાલો કરી રહ્યાં છે. એવામાં જોવાનું રહેશે કે, તંત્ર આવી ઘટનાઓને ડામવા માટે શું પગલા લેશે.