UN: સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ગુરુવારે પ્રથમ વખત વિશ્વને ચેતવણી આપી હતી કે ન્યુરોટેક્નોલોજી (મગજ સંબંધિત ટેક્નોલોજી) એટલી ઝડપથી આગળ વધી રહી છે કે ભવિષ્યમાં સરકારોની માનવ મગજ સુધી પહોંચવાની અને તેને નિયંત્રિત કરવાની ક્ષમતા મૂળભૂત માનવ અધિકારો માટે ગંભીર ખતરો બની શકે છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ, આ ઉભરતી ટેક્નોલોજીના દુરુપયોગથી મનસ્વી અટકાયત, લોકોની માનસિક સ્થિતિમાં ફેરફાર અને ગોપનીયતાનું ગંભીર ઉલ્લંઘન થઈ શકે છે. ગુટેરેસે લખ્યું છે કે જ્યારે ન્યુરોટેક્નોલોજીનો ઉપયોગ ન્યાય પ્રક્રિયામાં કરવામાં આવે છે, ત્યારે તે માનવ અધિકારોનું ગંભીર સંકટ ઊભું કરે છે. ક્લિનિકલ સેટિંગ્સ (તબીબી ક્ષેત્ર) થી આગળ વધીને તપાસ, ન્યાયિક કાર્યવાહી અને જેલ વહીવટમાં તેનો ઉપયોગ સંભવિત લાભોની સાથે અત્યંત ગંભીર જોખમો પણ લાવે છે.
ભારત સરકાર દ્વારા 2008માં રચવામાં આવેલી સમિતિએ પણ તેને ‘સબ-ઓપ્ટિમલ’ (આદર્શ સ્તરથી નીચેનું અથવા અપૂરતું) ગણાવ્યું હતું.
લોકોને મનસ્વી અટકાયતનો સામનો પણ કરવો પડી શકે છે.
વિચારોને અત્યંત સંવેદનશીલ વ્યક્તિગત ડેટા તરીકે વર્ગીકૃત કરવા
માનવ વિચારો અને મગજના ડેટાને કાયદેસર રીતે અત્યંત સંવેદનશીલ વ્યક્તિગત ડેટા તરીકે માન્યતા મળવી જોઈએ.
ફોજદારી ન્યાય પ્રણાલીમાં ન્યુરોટેક્નોલોજીના કોઈપણ ઉપયોગ પહેલાં સંબંધિત વ્યક્તિની સ્પષ્ટ સંમતિ ફરજિયાત બનાવવી જોઈએ.
અદાલતો, તપાસ અને જેલોમાં “મન વાંચવું” (માઇન્ડ-રીડિંગ) સામાન્ય બાબત બની જાય તે પહેલાં વૈશ્વિક સ્તરે માનવ અધિકારોને અનુરૂપ સ્પષ્ટ કાયદા ઘડવા જોઈએ.
ભારતમાં બે દાયકાથી ઉપયોગ, છતાં મજબૂત વૈજ્ઞાનિક આધારનો અભાવ
છેલ્લા બે દાયકાથી, ભારતીય પોલીસ ‘બ્રેઈન ઈલેક્ટ્રિકલ ઓસિલેશન સિગ્નેચર’ (BEOS) તરીકે ઓળખાતી તકનીકનો ઉપયોગ કરી રહી છે જેથી એ જાણી શકાય કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ ગુનામાં સામેલ હતી કે નહીં. મગજના તરંગો વાંચવાની આ ટેક્નોલોજીનો વૈજ્ઞાનિક આધાર ખૂબ મર્યાદિત છે અને ભારતીય અદાલતોમાં તેને પુરાવા તરીકે સ્વીકારવામાં આવતી નથી.
તેમ છતાં, હત્યા, બળાત્કાર અને આતંકવાદ જેવા સેંકડો સંવેદનશીલ કેસોમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સમુદાયે BEOS ને માન્યતા આપી નથી, અને ભારત સરકાર દ્વારા 2008માં નિયુક્ત સમિતિએ પણ તેને ‘સબ-ઓપ્ટિમલ’ ગણાવ્યું હતું.
‘ન્યુરો-રાઈટ્સ’ (મગજ સંબંધિત અધિકારો) માટે વધતી જતી વૈશ્વિક માંગ
અનેક દેશોમાં મગજના ડેટાના રક્ષણ અંગેના કાયદા ઘડવામાં આવી રહ્યા છે. ચિલી: ૨૦૧૨માં તેના બંધારણમાં મગજની પ્રવૃત્તિના રક્ષણનો સમાવેશ કર્યો.
યુએસએ: કેલિફોર્નિયા, કોલોરાડો અને મોન્ટાના જેવા રાજ્યોએ ન્યુરલ ડેટાના રક્ષણ માટેના કાયદા પસાર કર્યા છે.
લેટિન અમેરિકા: આર્જેન્ટિના, બ્રાઝિલ, કોલંબિયા અને મેક્સિકોમાં સમાન કાનૂની પગલાં સૂચવવામાં આવી રહ્યા છે.




