કેન્દ્ર સરકારે નાના અને મધ્યમ ઉદ્યોગો માટે ₹10,000 કરોડના SME Growth Fundને મંજૂરી આપી છે.
આ ફંડનો હેતુ વિકાસની ક્ષમતા ધરાવતા SMEsને લાંબા ગાળાનું ગ્રોથ કેપિટલ આપવાનો છે.
મેન્યુફેક્ચરિંગ, સર્વિસ, ટેક્નોલોજી અને ઇનોવેશન ક્ષેત્રના ઉદ્યોગોને તેનો લાભ મળી શકે છે.
Tier-2 અને Tier-3 શહેરોના ઔદ્યોગિક ક્લસ્ટરોમાં રોકાણને પણ આ પહેલમાં પ્રાથમિકતા આપવામાં આવશે.
સરકારના જણાવ્યા મુજબ આ ફંડથી SME ક્ષેત્રમાં વિસ્તરણ, રોજગાર અને નિકાસ ક્ષમતા વધારવામાં મદદ મળી શકે છે.