IMDએ દેશના 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વરસાદ તથા વાવાઝોડાની આગાહી કરી છે.
ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના પહાડી વિસ્તારોમાં વરસાદ સાથે હિમવર્ષાની શક્યતા છે.
દિલ્હી-NCR અને ઉત્તર પ્રદેશમાં પણ વરસાદ તથા ગાજવીજની સ્થિતિ બની શકે છે.
ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ સહિતના વિસ્તારોમાં પણ વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને ઠંડો પવન શરૂ થતાં આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.