ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં દેશના અનેક વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ બની શકે છે 

2થી 7 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. 

ઉત્તર અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં પણ સપ્તાહના અંતે વરસાદ પડી શકે છે. 

દક્ષિણપશ્ચિમ ચોમાસું હવે ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી વિદાય લેવાની પ્રક્રિયામાં છે. 

હવામાન વિભાગે ભારે વરસાદ સાથે તેજ પવન અને ગાજવીજવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવાની જરૂરિયાત દર્શાવી છે.