વડોદરાની MS યુનિવર્સિટીનો 75મો પદવીદાન સમારોહ 23 સપ્ટેમ્બરે યોજાઈ રહ્યો છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી દીક્ષાંત પ્રવચન આપશે.
આ સમારોહમાં કુલ 12,600 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે.
161 વિદ્યાર્થીઓને કુલ 202 ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવશે.
રાષ્ટ્રપતિના હસ્તે 30 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.