brics: આજે બ્રિક્સ (BRICS) સમિટનો અંતિમ દિવસ છે. સામૂહિક ‘ફેમિલી ફોટો’ બાદ વડાપ્રધાન મોદીએ ઓપન સેશનને સંબોધિત કર્યું અને જણાવ્યું કે ભારતે મિત્રતા અને ભાગીદારીને મજબૂત બનાવી છે. આજે નવી દિલ્હીમાં ભારત દ્વારા આયોજિત બે દિવસીય બ્રિક્સ સમિટ 2026નો સમાપન દિવસ છે. સામૂહિક ફોટો બાદ વડાપ્રધાન મોદીએ ઓપન સેશનને સંબોધિત કર્યું અને મિત્રતા તથા સહયોગને આગળ વધારવાના ભારતના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો. વડાપ્રધાન મોદી આજે સાત દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ યોજવાના છે. 12 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ સમિટમાં, બ્રિક્સ દેશો વૈશ્વિક શાસન, બહુપક્ષીયતા અને મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે.
સવારે 10:00 વાગ્યે બ્રિક્સ સભ્ય દેશો, ભાગીદાર દેશો અને આમંત્રિત દેશોના વડાઓનું આગમન શરૂ થયું હતું. સવારે લગભગ 10:40 વાગ્યે બ્રિક્સ નેતાઓનો અધિકૃત સામૂહિક ફોટો (ફેમિલી ફોટો) લેવામાં આવ્યો હતો. હાલમાં બ્રિક્સમાં 11 સભ્ય દેશોનો સમાવેશ થાય છે: બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા અને ઇન્ડોનેશિયા.
સવારે 11:00 વાગ્યે મુખ્ય ઓપન સેશન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 11:00 વાગ્યે ભારત મંડપમ ખાતે મુખ્ય બ્રિક્સ ઓપન સેશનનું ઉદ્ઘાટન કર્યું. આ સેશનની થીમ “સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહયોગ અને ટકાઉપણું: સર્વસમાવેશક વૈશ્વિક વિકાસ માટે ભવિષ્યનું નિર્માણ” છે. ઓપન સેશન દરમિયાન, વડાપ્રધાન મોદીએ ‘સ્ટાર્ટઅપ ઇનોવેશન ફંડ’ની રચનાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો.
વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ
બ્રિક્સ સમિટની સાથે સાથે, વડાપ્રધાન મોદી સાત દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજશે.
બપોરે 2:30 વાગ્યે: કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાસિમ-જોમાર્ટ ટોકાયેવ સાથે બેઠક.
બપોરે 3:00 વાગ્યે: ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયર સાથે બેઠક. બપોરે 3:30 વાગ્યે: ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી સાથે બેઠક.
સાંજે 4:10 વાગ્યે: દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથે બેઠક.
સાંજે 4:40 વાગ્યે: બુરુંડીના રાષ્ટ્રપતિ એવારિસ્ટ ન્દાયિશિમિયે સાથે બેઠક. સાંજે 5:10 વાગ્યે: નાઇજીરિયાના ઉપરાષ્ટ્રપતિ કાશિમ શેટ્ટીમા સાથે બેઠક.
સાંજે 5:40 વાગ્યે: યુગાન્ડાના ઉપરાષ્ટ્રપતિ જેસિકા અલુપો સાથે બેઠક.




