Gujarat News: નેપાળની કુદરતી આફતમાં ગુજરાતના કુલ 29 લોકો ગુમ થયા હોવાની માહિતી સામે આવી છે. ગુમ થયેલા લોકોની ઓળખ કરવામાં મદદ મળે તે માટે તેમના માતા-પિતા અને બાળકોના DNA સેમ્પલ એકત્ર કરી નેપાળ સરકારને મોકલવામાં આવશે.
ગુમ થયેલા લોકોના પરિવારજનો પાસેથી DNA નમૂના એકત્ર કરવાની જવાબદારી રાજ્યની વિવિધ ફોરેન્સિક લેબને સોંપવામાં આવી છે. ગાંધીનગર, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ અને સુરતની ફોરેન્સિક લેબ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવશે.
દરમિયાન, છેલ્લા કેટલાક દિવસોથી ગુમ થયેલા અમરેલીના સંત ગોમતીદાસ બાપુને તેમની સલામતી અંગે જાણ કરવા માટે ફોન કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે.
DNA સેમ્પલની મદદથી નેપાળમાં મળેલા અજાણ્યા મૃતદેહો અથવા અન્ય પુરાવાઓ સાથે વૈજ્ઞાનિક રીતે સરખામણી કરીને ગુમ થયેલા ગુજરાતીઓની ઓળખ કરવામાં મદદ મળશે.




