Yatrik Patel AAP: આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ASAP ના મધ્ય ઝોન પ્રમુખ Yatrik Patelએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, 23 ઓગસ્ટ રવિવારના રોજ આમ આદમી પાર્ટીએ સીટીએમ – બરોડા એક્સપ્રેસ વે પર જે ગેરકાયદેસર ધંધો ચાલે છે તેને બંધ કરાવવા માટે રામોલ પોલીસ સ્ટેશન ખાતે PI ને આવેદનપત્ર આપવામાં આપ્યું હતું. ત્યારબાદ ધારાસભ્ય અને પૂર્વ ઝોનના ટ્રાફિક ડીસીપી સહિત અન્ય અધિકારી એક્સપ્રેસ વે ને લઈને મુલાકાતે આવ્યા અને એવું બતાવવામાં આવ્યું કે આ તમામ લોકો આ મુદ્દાને લઈને ગંભીર છે. પરંતુ કેમેરા સામેની હકીકત અને જમીન પરની હકીકત અલગ છે. આ લોકોએ મુલાકાત લીધી છતાં પણ હજુ ત્યાં ગેરકાયદેસર ધંધાઓ ચાલી રહ્યા છે. આજે ગેરકાયદેસર ધંધાઓને બંધ કરાવવાની જગ્યાએ ધારાસભ્યે છ ફૂટ દિવાલ બનાવવાની વાત કરી. મારો સવાલ છે કે શું આ છ ફૂટની દીવાલ તમામ ગેરકાયદેસર ધંધાઓને રોકી દેશે? કે પછી આ છ ફૂટની દિવાલ ગરીબ લારી ગલ્લાવાળાના પેટ પર બાંધવામાં આવશે?
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા યાત્રિક પટેલે જણાવ્યું હતું કે, અમારી લડત અને અમારો વિરોધ લારી ગલ્લા વાળા લોકો વિરુદ્ધ હતો જ નહીં પરંતુ ત્યાં જે ગેરકાયદેસર ધંધાઓ ચાલે છે તેને બંધ કરાવવા માટે અમે રજૂઆત કરી હતી. અમે ધારાસભ્યને કહેવા માંગે છીએ કે તમે જે 6 ફૂટની દિવાલ બનાવવાની વાત કરી એની જગ્યાએ રેલિંગ બનાવવામાં આવે અને ગરીબ લારી ગલ્લાવાળા લોકોને ધંધો કરવા દેવામાં આવે. અમે કોઈ ગરીબના પેટ પર લાત મારવા માંગતા નથી. હવે ફોટોગ્રાફી અને રીલથી કઈ થવાનું નથી, કાર્યવાહી કરો તો જ સમાધાન થશે અને સમસ્યાનું નિરાકરણ મળશે. 72 કલાકમાં એક્સપ્રેસ હાઈવે પર ગેરકાયદેસર ધંધાઓ બંધ કરવામાં નહીં આવે તો અમે ટ્રાફિક ડીસીપીની ઓફિસ આગળ જઈને ધરણા પર બેસીશું.




