8મા પગાર પંચ વચ્ચે પેન્શનરો માટે 39 વર્ષ જૂનો નિયમ ફરી ચર્ચામાં! 15 વર્ષની પેન્શન રિકવરી ઘટાડવાની માંગ ઉઠી છે. 

કમ્યુટેડ પેન્શન હેઠળ કર્મચારી નિવૃત્તિ સમયે મૂળ પેન્શનના મહત્તમ 40% સુધીની રકમ એકસાથે મેળવી શકે છે. 

આ રકમના બદલામાં પેન્શનમાંથી ચોક્કસ કપાત થાય છે અને સંપૂર્ણ પેન્શન ફરી મળવા માટે હાલ 15 વર્ષનો સમયગાળો છે. 

પેન્શનર સંગઠનો હવે આ સમયગાળો ઘટાડીને 11થી 12 વર્ષ કરવાની માંગ કરી રહ્યા છે. 

8મા પગાર પંચની ચર્ચા વચ્ચે આ નિયમમાં ફેરફાર થાય છે કે નહીં તેના પર લાખો પેન્શનરોની નજર છે.