1 સપ્ટેમ્બરથી બેંકિંગ, ગેસ સિલિન્ડર બુકિંગ, ઈમિગ્રેશન પ્રોસેસ અને ઈન્કમ ટેક્સ જેવા ક્ષેત્રોમાં ઘણા નિયમો બદલાશે. 

આ ફેરફારો તમારા દૈનિક જીવન, બચત અને ઘરેલું બજેટ પર અસર કરશે. 

1 સપ્ટેમ્બરથી ભારતથી વિદેશ પ્રવાસ કરનારા મુસાફરોને એરપોર્ટ પર બોર્ડિંગ પાસ પર ભૌતિક સ્ટેમ્પ લગાવવાની જરૂર નહીં રહે. 

ઘરેલું LPG ગ્રાહકો માટે e-KYC કરાવવાની સમય મર્યાદા 31 ઓગસ્ટ નક્કી કરાઈ છે. જો તમે સમયસર વેરિફિકેશન નહીં કરાવો તો સબસિડી કે સિલિન્ડરના સપ્લાય પર અસર પડી શકે છે. 

1 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર 2026 સુધી ખાંડના જથ્થાબંધ ખરીદદારો પર સ્ટોક લિમિટ લાગુ પડશે.