લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ બન્યો છે અને નર્મદા-તાપી સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો.
અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ પડતા ખેડૂતોને મોટી રાહત મળી છે.
તાપીના વ્યારા, વાલોડ અને ડોલવણ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે.
નર્મદા જિલ્લાના કેવડિયા-ગરુડેશ્વર વિસ્તારમાં ખેતીલાયક વરસાદથી ખેડૂતોને રાહત મળી છે.
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે યલો એલર્ટની આગાહી કરી છે.