નેપાળમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનથી ભારે જાનહાનિ અને નુકસાન થયું છે. 

આ દુર્ઘટનામાં ગુજરાતના 12 લોકો સંપર્કવિહોણા હોવાના અહેવાલ સામે આવ્યા છે. 

અમદાવાદ, સુરત, આણંદ, વલસાડ અને રાજકોટના લોકોનો સંપર્ક તૂટી ગયો હોવાનું જાણવા મળ્યું છે. 

પ્રભાવિત વિસ્તારોમાં સંચાર વ્યવસ્થા ખોરવાતા લાપતા લોકોની માહિતી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. 

સ્થાનિક તંત્ર અને ભારતીય સત્તાવાળાઓ લાપતા ભારતીયોની માહિતી મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.