West Bengal: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં મંગળવાર અને બુધવારની વચ્ચે એક હોટલમાં ભીષણ આગ લાગવાથી ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે અને છ લોકો ઘાયલ થયા છે.
મિર્ઝા ગાલિબ સ્ટ્રીટ પર આવેલી એક હોટલમાં રાત્રે લગભગ 1:45 વાગ્યે આગ લાગી હતી, જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી. ધુમાડાના ગોટેગોટાને કારણે ઘણા લોકો બેભાન થઈ ગયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મૃતકોમાં બાંગ્લાદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે જે સારવાર માટે આવ્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આગ ઓલવવા માટે પાંચ ફાયર એન્જિન તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કર્મચારીઓ બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
આગ ઓલવવા માટે પાંચ ફાયર એન્જિન મોકલવામાં આવ્યા હતા. પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કર્મચારીઓ બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પીટીઆઈએ એક પોલીસ અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે, “ધુમાડાના કારણે, અગ્નિશામકોને ઉપરના માળે પહોંચવા માટે સીડી ચઢવામાં મુશ્કેલી પડી. નવ લોકોનાં મોત થયા છે, અને ઘણા લોકોનાં મોતની આશંકા છે.”
અધિકારીએ કહ્યું, “અમારી પ્રાથમિકતા ફસાયેલા લોકોને બચાવવા અને આગનું કારણ નક્કી કરવાની છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, અને રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.”
કોલકાતામાં આગ બીરભૂમ જિલ્લાના તારાપીઠ મંદિર નગરમાં આવેલી હોટેલ વિધિનીમાં ભીષણ આગ લાગ્યાના બે દિવસ પછી આવી છે, જેમાં નવ યાત્રાળુઓ માર્યા ગયા હતા. ચાર માળની ઇમારતમાં કાળા ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા, જેના કારણે ઘણા લોકો અંદર ફસાઈ ગયા હતા.
આ ઘટના બાદ, જિલ્લા વહીવટીતંત્રે તારાપીઠ મંદિર નજીકની 15 હોટલોને અનિશ્ચિત સમય માટે બંધ કરવાનો આદેશ આપ્યો હતો. પોલીસે હોટલના મુખ્ય માલિક, પ્રોબિત પોલ અને તેમના પુત્ર અને સહ-માલિક, કલ્યાણ પોલની ધરપકડ કર્યા બાદ આ નોટિસ જારી કરવામાં આવી હતી. આગ પછી, ઝડપથી વિકસતી આ હોટલોમાં પૂરતા અગ્નિ સલામતીના પગલાં લેવામાં આવ્યા હતા કે કેમ તે અંગે પ્રશ્નો ઉભા થયા હતા.



