Vadodara News: ગણપતિ ઉત્સવ દરમિયાન મુસાફરોની વધતી ભીડને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા અને વિશ્વામિત્રીથી રત્નાગીરી વચ્ચે ખાસ ભાડા પર ત્રણ જોડી ગણપતિ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોના કારણે ગુજરાતથી મહારાષ્ટ્ર તરફ જતા મુસાફરોને મોટી રાહત મળશે.

વડોદરા-રત્નાગીરી સ્પેશિયલ ટ્રેન

ટ્રેન નંબર 09114 વડોદરા-રત્નાગીરી સ્પેશિયલ 15 સપ્ટેમ્બરે વડોદરાથી સવારે 11:15 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે 12:30 વાગ્યે રત્નાગીરી પહોંચશે.

વળતી ટ્રેન નંબર 09113 રત્નાગીરી-વડોદરા સ્પેશિયલ 16 સપ્ટેમ્બરે રત્નાગીરીથી બપોરે 1:30 વાગ્યે ઉપડશે અને સાંજે 5:30 વાગ્યે વડોદરા પહોંચશે.

આ ટ્રેન ભરૂચ, સુરત, વલસાડ, વાપી, પાલઘર, વસઈ રોડ, ભિવંડી રોડ, પનવેલ, પેણ, રોહા, માનગાંવ, વીર, કરંજડી, ખેડ, ચિપલુણ, સાવરદા, અરવલ્લી રોડ અને સંગમેશ્વર રોડ સહિતના સ્ટેશનો પર રોકાશે.

ટ્રેનમાં ફર્સ્ટ AC, AC 2-ટાયર, AC 3-ટાયર, AC 3-ટાયર ઇકોનોમી, સ્લીપર અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ ઉપલબ્ધ રહેશે.

વિશ્વામિત્રીથી રત્નાગીરી વચ્ચે બીજી સ્પેશિયલ ટ્રેન

ટ્રેન નંબર 09110 વિશ્વામિત્રી-રત્નાગીરી સ્પેશિયલ 12થી 23 સપ્ટેમ્બર દરમિયાન દર બુધવાર અને શનિવારે સવારે 10 વાગ્યે વિશ્વામિત્રીથી ઉપડશે અને બીજા દિવસે બપોરે 12:30 વાગ્યે રત્નાગીરી પહોંચશે.

તેની વળતી ટ્રેન નંબર 09109 રત્નાગીરી-વિશ્વામિત્રી સ્પેશિયલ 13થી 24 સપ્ટેમ્બર દરમિયાન દર ગુરુવાર અને રવિવારે બપોરે 1:30 વાગ્યે રત્નાગીરીથી ઉપડશે અને તે જ દિવસે સાંજે 5:30 વાગ્યે વિશ્વામિત્રી પહોંચશે.

આ ટ્રેન ભરૂચ, સુરત, વલસાડ, વાપી, દહાણુ રોડ, પાલઘર, વસઈ રોડ, ભિવંડી રોડ, પનવેલ, પેણ, રોહા, માનગાંવ, વીર, ખેડ, ચિપલુણ, સાવરદા, અરવલ્લી રોડ અને સંગમેશ્વર રોડ પર બંને દિશામાં રોકાશે. તેમાં AC 3-ટાયર, સ્લીપર અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ રહેશે.

14 અને 21 સપ્ટેમ્બરે ત્રીજી જોડી દોડશે

ટ્રેન નંબર 09124 વિશ્વામિત્રી-રત્નાગીરી સ્પેશિયલ 14 અને 21 સપ્ટેમ્બરે સવારે 5:55 વાગ્યે વિશ્વામિત્રીથી ઉપડશે અને તે જ દિવસે રાત્રે 8 વાગ્યે રત્નાગીરી પહોંચશે.

વળતી ટ્રેન નંબર 09123 રત્નાગીરી-વિશ્વામિત્રી સ્પેશિયલ 14 અને 21 સપ્ટેમ્બરે રાત્રે 9 વાગ્યે રત્નાગીરીથી ઉપડશે અને બીજા દિવસે સવારે 11:45 વાગ્યે વિશ્વામિત્રી પહોંચશે.

આ ટ્રેન ભરૂચ, સુરત, વલસાડ, વાપી, દહાણુ રોડ, પાલઘર, વસઈ રોડ, ભિવંડી રોડ, પનવેલ, પેણ, રોહા, માનગાંવ, વીર, ખેડ, ચિપલુણ અને સંગમેશ્વર રોડ પર સ્ટોપ લેશે.

આ ટ્રેનમાં AC 3-ટાયર, સ્લીપર અને જનરલ સેકન્ડ ક્લાસ કોચની સુવિધા રહેશે.

ગણપતિ ઉત્સવ દરમિયાન વધતા મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના આ નિર્ણયથી વડોદરા, વિશ્વામિત્રી અને આસપાસના વિસ્તારોમાંથી રત્નાગીરી તથા કોંકણ તરફ જતા મુસાફરોને વધારાની ટ્રેન સેવા મળશે