Commonwealth Games: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં બેટલ અને ધ્વજ સ્વીકાર્યા બાદ ભારત પરત ફર્યા હતા. કોમનવેલ્થ ગેમ્સની યજમાની મેળવ્યા બાદ હર્ષ સંઘવીને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ગુજરાતના પેરા એથલિટ અને એથલિટ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફ્લેગ સુપરત કરવામાં આવ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે 2030માં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં રમાવાની છે.

અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સમાં નવો બેન્ચમાર્ક સ્થાપશે- હર્ષ સંઘવી

ભારતે 2030 કોમનવેલ્થ ગેમ્સના યજમાન અધિકારો મેળવ્યાના સમાચાર બાદ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “અમદાવાદ 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરીને એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરશે. આ રમતોનું આયોજન મોટા પાયે કરવામાં આવશે અને તેમાં રમતવીરો માટે વિશ્વ કક્ષાની સુવિધાઓ હશે, જેથી તેમને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે શ્રેષ્ઠ વાતાવરણ મળી રહે…”

2030 કોમનવેલ્થ ગેમ્સ માટે ટીમ ગુજરાત તૈયાર, CMને ફ્લેગ સુપરત કરાયો

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત અને દેશના સૌ યુવા ખેલાડીઓને અભિનંદન. 2030 કોમનવેલ્થ ગેમ્સના અમદાવાદમાં આયોજન માટે ટીમ ગુજરાત સંપૂર્ણ તૈયારીમાં આગળ વધી રહી છે. કોમનવેલ્થ ગેમ્સ, ઓલિમ્પિક ફેડરેશન ઇન્ડિયા, સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ, સાઇના માર્ગદર્શનમાં આ કામગીરી જ્યારે આગળ વધી રહી છે. 2 દિવસ પહેલા ગ્લાસગો 2026ની ક્લોઝિંગ સેરેમનીમાં કોમનવેલ્થના ફ્લેગ એક્સચેન્જ કાર્યક્રમ પછી આજે ગ્લાસગો 2026 ડેલિગેશન દ્વારા અને ગુજરાતના પેરા એથલિટ અને એથલિટ દ્વારા મુખ્યમંત્રીને ફ્લેગ સુપરત કરવામાં આવ્યો છે.

પેરા ઓલમ્પિયન ખેલાડીઓએ CMને કોમનવેલ્થ ગેમ્સનું ફ્લેગ અને બેટન આપ્યું

પેરા ઓલિમ્પિયન સોનલ પટેલ અને હરેશ ચૌધરી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને મળ્યા હતા. ખેલાડીઓએ મુખ્યમંત્રીને ફ્લેગ અને બેટન આપ્યું હતું. કોમનવેલ્થ ગેમ્સ 2030માં અમદાવાદમાં યોજાશે ત્યારે તમામ ખેલાડીઓ ઉત્સાહિત જોવા મળ્યા હતા અને કોમનવેલ્થ ગેમ્સમાં ખેલાડીઓ વધુમાં વધુ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.

હર્ષ સંઘવીએ ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બૈટન સ્વીકાર્યો હતો

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026ના રંગીન સમાપનથી ભારત માટે એક નવા અધ્યાયની શરૂઆત થઈ હતી. ગ્લાસગો, સ્કોટલેન્ડમાં 11 દિવસના રોમાંચક કાર્યક્રમ બાદ, સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બૈટન ભારતને સોંપવામાં આવ્યો. હવે બધાની નજર 2030ના શતાબ્દી આવૃત્તિ પર રહેશે, જેનું આયોજન અમદાવાદ કરશે. 2030 રમતોનું આયોજન કરીને, ભારત પણ ઇતિહાસ રચશે; તે ઓસ્ટ્રેલિયા પછી એકથી વધુ વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરનાર બીજો દેશ બનશે. ભારતે અગાઉ 2010માં નવી દિલ્હીમાં રમતોનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું.

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું સારૂ પ્રદર્શન

કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહ દરમિયાન પ્રેઝન્ટેશન દ્વારા ભારતે વિશ્વને અમદાવાદની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું, જેમાં ભારતીય ફિલસૂફી, લોક સંસ્કૃતિ અને આધુનિક ભારતની ઝલક પ્રભાવશાળી રીતે દર્શાવવામાં આવી. આ પ્રેઝન્ટેશન ફક્ત યજમાન પદો સોંપવાનું જ નહોતું, પરંતુ 2030માં યોજાનારી શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ માટેના વિઝનનો પરિચય પણ હતો. 2026 કોમનવેલ્થ ગેમ્સની વાત કરીએ તો, ગ્લાસગોમાં ભારતનું અભિયાન ખૂબ જ સફળ રહ્યું. ભારતીય ટુકડીએ કુલ 39 મેડલ મેળવ્યા, જેમાં 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ પ્રદર્શન સાથે, ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહ્યું હતું.