Commonwealth Games 2030: ગુજરાતનું ગૌરવ વધારતાં સમાચાર સામે આવ્યાં છે, જેને લઈ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી હા… સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 2026 કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહ દરમિયાન અમદાવાદ શહેર માટે એક ઐતિહાસિક પળ રાહ જોઈ રહ્યું છે. આ સમારોહમાં કોમનવેલ્થ ગેમ્સનો દંડૂકો અને ધ્વજ સત્તાવાર રીતે 2030 માટે યજમાન શહેર અમદાવાદને સોંપવામાં આવશે. આ 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે અમદાવાદની સત્તાવાર યાત્રાની શરૂઆત કરશે.

સોંપણી સમારોહની એક ખાસ ઝલક.

ગ્લાસગોમાં સમારોહ ત્રણ ભાગમાં યોજાશે.

પ્રથમ તબક્કો: ‘વંદે માતરમ’ ની ઉજવણી અને તેની 150મી વર્ષગાંઠ.

બીજો તબક્કો: ભારતીય અને સ્કોટિશ સંસ્કૃતિનું શાસ્ત્રીય મિશ્રણ, જેમાં સિતારવાદક ઋષભ રિખીરામ શર્મા અને સ્કોટિશ પાઇપર રોસ એન્સલીની નોંધપાત્ર જોડીનો સમાવેશ થાય છે.

આ સોંપણી માત્ર ઔપચારિકતા નથી પરંતુ એક જ મંચ પર બંને રાષ્ટ્રોની ભાવનાને વ્યક્ત કરશે, જે સિતાર અને વાંસળી વચ્ચેના અસાધારણ સંવાદિતાનું પ્રદર્શન કરશે.
રાણીના બેટનનો ઇતિહાસ અને તેની વિશેષતાઓ

શરૂઆત: રાણીના બેટન રિલેની શરૂઆત ૧૯૫૮માં કાર્ડિફ, વેલ્સમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સથી થઈ હતી.

પ્રવાસ: આ દંડૂકો બધા કોમનવેલ્થ સભ્ય દેશોને વારાફરતી આપવામાં આવે છે અને તે રમતવીરો, ભૂતપૂર્વ રમતવીરો, સમાજના અગ્રણી વ્યક્તિઓ તેમજ યુવાનોને આપવામાં આવે છે.

ડિઝાઇન: દરેક કોમનવેલ્થ ગેમ્સ માટે એક નવો અને અનોખો દંડૂકો બનાવવામાં આવે છે, જેની ડિઝાઇન યજમાન દેશની સંસ્કૃતિ, ટેકનોલોજી અને પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે.

વર્ષોથી કોમનવેલ્થ ગેમ્સનો ખર્ચ
વર્ષ યજમાન શહેર અંદાજિત ખર્ચ (રૂપિયામાં)
૨૦૧૪ ગ્લાસગો ૬૩૦૦ કરોડ
૨૦૧૮ ગોલ્ડ કોસ્ટ ૧૧૦૦૦ કરોડ
૨૦૨૨ બર્મિંગહામ ૯૦૦૦ કરોડ
૨૦૨૬ ગ્લાસગો ૧૭૨૫ કરોડ