Gujarat: ગુજરાત પર આતંકીઓનો ખતરો મંડરાઈ રહ્યો હોવાની માહિતી મળતાં યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં ATS એ રાજ્યમાં જૈશ-એ-મોહમ્મદ (JeM) ના આઠ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ આતંકવાદીઓ પાલનપુર, પાટણ, નવસારી અને મધ્યપ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (ATS) રાજ્યમાં સ્લીપર સેલની તપાસ કરી રહી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ (JeM) માટે સક્રિય રીતે કામ કરી રહ્યા હતા.
પકડાયેલા આરોપીઓના નામ
1. અહેમદ અબ્દુલ્લા ગાઝીવાલા @ અબુ ઉબૈદા (19 વર્ષ) – ભાગલ, પાલનપુર, બનાસકાંઠાનો રહેવાસી
2. ઈબ્રાહીમ મોહમ્મદ હુસેન ઘાઘા ઉર્ફે અબુ હમઝા (30 વર્ષ) – ભાગલ, પાલનપુર, બનાસકાંઠાનો રહેવાસી
3. મુદસ્સીર અબ્દુલ્લા ગાઝીવાલા ઉર્ફે અબુ આયા (22 વર્ષ) – ભાગલ, પાલનપુર, બનાસકાંઠાનો રહેવાસી
4. ઝકરિયા દુર્રાની મોહમ્મદ અમ્મર ઘાઘા @ ઈબ્ન અમ્મર @ ઝકરિયા પાલનપુરી (21 વર્ષ) – જામિયા અબુલ હસન મદ્રેસા, ખડિયાસણા, સિદ્ધપુર, પાટણ
5. મુફ્તી ફૈઝાન ઈસ્માઈલ દૌવા @ મુફ્તી સાહેબ (40 વર્ષ) – જામિયા અબુલ હસન મદ્રેસા, ખડિયાસણા, સિદ્ધપુર, પાટણ
6. મોહમ્મદ અમીન શેરા @ અમીન પાલનપુરી (21 વર્ષ) – જામિયા અબુલ હસન મદ્રેસા, ખડિયાસણા, સિદ્ધપુર પાટણ
7. મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવદી @ મોહમ્મદ પાલનપુરી @ અબુ યુનિસા (22 વર્ષ) – જામિયા રહેમાનિયા ખંભાળિયા, અંભેટા, ચીખલી, નવસારી
8. બિલાલ દુર્રાની મોહમ્મદ અમ્મર ઘાઘા @ અબુ દુજાના @ અબુ સુફયાન @ અબુ જુંદાલ @ ઉમર બિન ખત્તાબ (18 વર્ષ) – વારસી નગર, દેવાસ, મધ્યપ્રદેશ




