Gujarat: ગાંધીનગર અને અમદાવાદ ખાતે બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. ગાંધીનગર ખાતે આવેલા મુખ્યમંત્રી કાર્યાલય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલય અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી કાર્યાલય ખાતે બપોરે 1:11 વાગ્યે, આરએસએસ ઓફિસ ખાતે 5:11 વાગ્યે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે બપોરે 3:11 વાગ્યે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ ઓફિસને ખાલી કરી દેવામાં આવી છે. બીજી તરફ ધમકીને પગલે તમામ જગ્યાએ હાલ પોલીસ અને વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં અમદાવાદની અનેક સ્કૂલો અને સરકારી બિલ્ડિંગોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.

મળતી માહિતી અનુસાર CM ઓફિસને બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી છે. જેમા CM ઓફિસમાં બપોરે 1.11 વાગ્યે બ્લાસ્ટની ધમકી, અમદાવાદ અને ગાંધીનગરમાં બ્લાસ્ટની ધમકી, AMC કચેરીમાં બપોરે 3.11 વાગ્યે બ્લાસ્ટની ધમકી, RSS કાર્યાલયને સાંજે 5.11 વાગ્યે બ્લાસ્ટની ધમક મળી છે. જ્યારે 10 જૂનથી 30 સપ્ટેમ્બર સુધીમાં બ્લાસ્ટ કરવાનું જણાવ્યું છે.