ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે વરસાદની મોટી ચેતવણી જાહેર કરી છે.

અરબી સમુદ્રમાં ભેજવાળા પવનો સક્રિય થવાને કારણે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે.  

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે માવઠું થઈ શકે છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં કરંટ જોવા મળી શકે છે, જેથી માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના અપાઈ છે.

ભરઉનાળે વરસાદની આ આગાહીના પગલે ખેડૂતોને પાક સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવા એલર્ટ કરવામાં આવ્યા છે.