CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગીર વિસ્તારમાં તાજેતરમાં થયેલા ચાર સિંહ બાળના મૃત્યુ અંગે ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી તલસ્પર્શી સમીક્ષા કરી હતી. બેઠકમાં વન વિભાગના અધિકારીઓએ સમગ્ર પરિસ્થિતિની વિગતવાર માહિતી મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી.

વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ ડો. વિનોદ રાવ એ જણાવ્યું હતું કે ચાર સિંહ બાળના મૃત્યુ જુદા જુદા વિસ્તારોમાં થયા છે. આ વિસ્તારોના કુલ 17 જેટલા સિંહોને આઇસોલેટ કરીને તેમની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. ઉપરાંત ગીર ગઢડા અને બાબરીયા વિસ્તારના 10 કિલોમીટર વ્યાસમાં આવેલા તમામ સિંહોનું સઘન મોનીટરીંગ હાથ ધરાયું છે અને હાલ અન્ય કોઈ ગંભીર બીમારીના લક્ષણો જોવા મળ્યા નથી.

વન વિભાગ દ્વારા અમરેલી અને ભાવનગર જિલ્લાના મહેસૂલી વિસ્તારોમાં રહેલા તમામ સિંહોનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વિભાગ દૈનિક અહેવાલો પણ મેળવી રહ્યો છે જેથી પરિસ્થિતિ પર સતત નજર રાખી શકાય.

બેઠક દરમિયાન CM Bhupendra Patelને માહિતી આપવામાં આવી હતી કે ઉનાળાની શરૂઆતમાં જોવા મળતી સીઝનલ બીમારીઓ સામે સાવચેતીરૂપે ગીર વિસ્તારમાં 350થી વધુ સિંહોના ડી-ટીકિંગ અને અન્ય આરોગ્યલક્ષી પગલાં લેવામાં આવ્યા છે. આ કામગીરીમાં Junagadh Veterinary College ના નિષ્ણાત તબીબો પણ જોડાયા છે.

હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ કંઈપણ સિંહએ જણાવ્યું હતું કે સિંહોના આરોગ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે અને તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.