આઈપીએલ 2026માં વૈભવ સૂર્યવંશીનું નામ છવાઇ ગયું છે. 

15 વર્ષીય ખેલાડીના ભારતના ભૂતપૂર્વ ક્રિકેટરો પણ ચાહક બની ગયા છે 

આ લીગમાં રમી રહેલા વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા દિગ્ગજો પણ આ બેટ્સમેનના વખાણ કરવામાં સંકોચ અનુભવતા નથી.  

વૈભવે આ આઇપીએલ સિઝનમાં તમામ ફાસ્ટ બોલરો જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ, જોશ હેઝલવુડ, મેટ હેનરી, કાગિસો રબાડાની સામે રન ફટકાર્યા છે. 

વૈભવ સૂર્યવંશી પોતે સતત એવું પુનરાવર્તન કરી રહ્યા છે કે તે બોલરને નહીં બોલને જોઇને મારી રહ્યો છે.