Arvind Kejriwal News:આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી Arvind Kejriwalએ આજે એક અત્યંત ગંભીર મુદ્દા પર પોતાનો વિચાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભાજપ ૩૦ વર્ષથી ગુજરાતમાં રાજ કરી રહી છે પરંતુ આ 30 વર્ષમાં ભાજપે સૌથી વધુ દગો હિન્દુ લોકોને આપ્યો છે. ભાજપે જેટલો દગો હિન્દુઓને આપ્યો છે એટલો દગો આજ સુધી ઇતિહાસમાં કોઈએ નથી આપ્યો. હિન્દુઓએ ભાજપને પ્રેમ આપવામાં, વિશ્વાસ આપવામાં અને વોટ આપવામાં કોઈ કસર બાકી રાખી નથી. પરંતુ હિન્દુઓને બદલામાં શું મળ્યું? 30 વર્ષમાં આ લોકોએ હિન્દુઓની પીઠમાં છરો મારવાનું કામ કર્યું અને દગો આપ્યો. 30 વર્ષ પહેલા ગુજરાતમાં હિન્દુઓની જે સ્થિતિ હતી એના કરતાં આજે બદતર સ્થિતિ હિન્દુઓની થઈ ગઈ છે. હિન્દુઓ આજે ગુજરાતમાં સેકન્ડ ક્લાસ સિટીઝનની સ્થિતિમાં જીવવા માટે મજબૂર છે.

વધુમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા Arvind Kejriwalએ જણાવ્યું હતું કે, ઘણા હિન્દુઓ એવા છે જેમણે જીવનમાં ખૂબ જ પૈસા કમાયા પરંતુ એમને ઈજ્જત નથી મળી, આજે એક બીજેપીનો નાનો કાર્યકર્તા પણ જઈને અમીરથી અમીર અને મોટા હિન્દુને ધમકી આપી આવે છે. ગુજરાતમાં પૈસા કમાયા બાદ પણ આજે હિન્દુ ડરની અને અપમાનની જિંદગી જીવવા માટે મજબૂર છે. હિન્દુઓના બાળકો બેરોજગાર ફરી રહ્યા છે, જો આજે કોઈની તરક્કી થઈ છે તો ફક્ત ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓની તરક્કી થઈ છે. ભાજપના નાના કોર્પોરેટરની પણ મોટી ગાડીઓ આવી જાય છે અને મહેલ જેવા બંગલા બની જાય છે, અને હિન્દુઓના બાળકો બેરોજગાર છે, તેમને શિક્ષા પણ નથી મળી રહી અને હિન્દુઓના બાળકોને પકડી પકડીને જેલમાં નાખવામાં આવે છે, તેમને લાઠીઓ મારવામાં આવે છે. ગુજરાતમાં હિન્દુઓને શું મળ્યું? ફક્ત અપમાન, જેલ, દંડાઓ સિવાય કંઈ મળ્યું નથી. હિન્દુઓને પોતાના ગુલામ બનાવીને રાખ્યા છે. આમ આદમી પાર્ટી હિન્દુઓને તેમની ઈજ્જત પાછી અપાવશે અને એમનું માન સન્માન પાછું અપાવશે.