દેશમાં મોંઘવારી વચ્ચે સામાન્ય જનતાને વધુ એક આંચકો આપતા ઈંધણના ભાવમાં વધારો કરાયો છે. 

ઓઈલ કંપનીઓએ છેલ્લા 11 દિવસમાં ચોથી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંક્યો છે.  

આ નવા વધારા સાથે દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 100 રૂપિયાને પાર થઈ ગયો છે. 

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં અસ્થિરતા આવવાના કારણે સ્થાનિક ભાવો વધી રહ્યા છે. 

પેટ્રોલ-ડીઝલ મોંઘું થવાના કારણે આગામી દિવસોમાં ટ્રાન્સપોર્ટેશન અને શાકભાજીના ભાવ પણ વધી શકે છે.