કોલેજ એડમિશન માટે CUET-UG પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે એક મોટો અને મહત્વનો અપડેટ છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ 28 મેના રોજ લેવાનારી બંને શિફ્ટની પરીક્ષાઓ મુલતવી રાખી છે.
વહીવટી અને ટેકનિકલ કારણોસર આ પરીક્ષાઓને તાત્કાલિક ધોરણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે.
NTA દ્વારા નવી પરીક્ષાની તારીખો અને રિવાઇઝ્ડ શિડ્યુલ ટૂંક સમયમાં જ ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરાશે.
વિદ્યાર્થીઓને અપીલ છે કે તેઓ અફવાઓથી બચે અને માત્ર સત્તાવાર પોર્ટલ પર જ નવું અપડેટ ચેક કરે.