કેન્સર એક જીવલેણ બીમારી છે, પણ તેના શરૂઆતના લક્ષણોને ઓળખી લેવાથી જીવ બચાવી શકાય છે. 

અચાનક વજન ઘટવું: ડાયટ કે એક્સરસાઇઝ વગર અચાનક વજન ઓછું થવું એ ચિંતાનો વિષય છે.  

લાંબા સમય સુધી થાક: પૂરતી ઊંઘ લીધા પછી પણ જો સતત અશક્તિ અને ભારે થાક રહે તો સાવધ થાઓ. 

શરીરમાં ગાંઠ: સ્તન અથવા શરીરના કોઈપણ ભાગમાં દુખાવા વગરની નવી ગાંઠ કે સોજો આવવો. 

ત્વચાના મસા કે તલના રંગમાં ફેરફાર થવો અથવા લાંબા સમયની ખાંસી પણ કેન્સરની નિશાની હોઈ શકે છે.