ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. 

હવામાન વિભાગ (IMD) અનુસાર, આ વર્ષે ચોમાસું સમયસર કે તે પહેલાં બેસે તેવી શક્યતા છે. 

કેરળમાં મે મહિનાના અંત સુધીમાં અથવા જૂનના પહેલા અઠવાડિયામાં ચોમાસું દસ્તક આપશે.

 જો બધું સામાન્ય રહ્યું તો, ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ઓફિશિયલ ચોમાસું શરૂ થઈ શકે છે.

પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જૂનના શરૂઆતના દિવસોમાં જ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.