સીએનજી (CNG) ગેસના ભાવમાં ઝીંકાયેલા અચાનક વધારાને કારણે રીક્ષા ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

Ahmedabad સહિત મોટા શહેરોમાં રીક્ષા એસોસિએશનો દ્વારા આ ભાવવધારાનો ઉગ્ર વિરોધ કરાઈ રહ્યો છે.  

રીક્ષા ચાલકોનું કહેવું છે કે ગેસ મોંઘો થતાં તેમની રોજની કમાણી પર સીધી કાતર ફરી છે.

જો સરકાર ભાવ ઘટાડો નહીં કરે, તો રીક્ષાના મિનિમમ ભાડામાં ₹5 થી ₹10 નો વધારો થઈ શકે છે.

 ભાડું વધશે તો ઓફિસ જતાં મધ્યમ વર્ગના મુસાફરોના ખિસ્સા પર સીધો બોજ વધશે.