વલસાડ હાઈવે નજીક પૂરપાટ ઝડપે આવતી કારે 4 વાહનોને જોરદાર ટક્કર મારી.
અકસ્માત એટલો ગમખ્વાર હતો કે બાઇક સવારો હવામાં ફંગોળાયા હતા.
આ કાળજું ધ્રુજાવી દેતી સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત સર્જનાર બેફામ કાર ચાલકની અટકાયત કરી.
કાર ચાલક નશામાં હોવાની શંકાના આધારે બ્લડ સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા.