Sanjay Singh AAP: આમ આદમી પાર્ટી રાજ્યસભા સંજય સિંહ, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાની વિશેષ ઉપસ્થિતિમાં સુરતમાં AAP ઉમેદવારોના સમર્થનમાં ભવ્ય રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સુરતની જનતાનો ઉત્સાહ અને AAP નેતાઓ માટે આવકાર સ્પષ્ટ કરે છે કે આ વખતે SMC માં AAP નો ભવ્ય વિજય થવાનો છે. આ તકે મીડિયા સાથે વાત કરતા આમ આદમી પાર્ટી રાજ્યસભા સાંસદ સંજય સિંહે જણાવ્યું હતુ કે ગુજરાતમાં નગરપાલિકા,મહાનગરપાલીકાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ખૂબ જ સારું પ્રદર્શન કરવા જઈ રહી છે અને ખાસ કરીને સુરતમાં અમે મોટી જીત હાંસલ કરીશું. અહીં અમારા સાથીઓ મજબૂત રીતે ચૂંટણી લડી રહ્યા છે અને તેમને જનતાનો પ્રેમ અને સમર્થન મળી રહ્યું છે.આ વખતે ઝાડુ ચાલશે. મહાનગર પાલિકાઓના વિકાસ માટે હજારો કરોડનું બજેટ આવે છે, પરંતુ ચાર મહાનગર પાલિકાઓમાં જે કોન્ટ્રાક્ટરોને કામ મળે છે, તેમણે ભાજપને લગભગ 200 કરોડ રૂપિયાનું ફંડ આપ્યુ છે.ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાનગર પાલિકાઓમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે, જેને અમે બહાર લાવી રહ્યા છીએ. અમને પૂર્ણ વિશ્વાસ છે કે સુરત તેમજ અન્ય મહાનગર પાલિકાઓમાં પણ આમ આદમી પાર્ટીને સારો સમર્થન મળશે.

આમ આદમી પાર્ટી રાજ્યસભા સાંસદ સંજય સિંહે વધુમાં જણાવ્યું હતુ કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અમારી સામે આવા હથકંડાઓનો ઉપયોગ કરે છે. બિનઆધારિત અને ખોટા કેસ બનાવીને અમારા કાર્યકરોને ફસાવવામાં આવે છે. પરંતુ તેની જનતાના મન પર કોઈ અસર થવાની નથી. અમે મજબૂતાઈથી ચૂંટણી લડી રહ્યા છીએ અને જીતશું. તેઓએ અમારી પાર્ટીના લગભગ બધા નેતાઓને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. કેજરીવાલજીથી લઈને બીજા અનેક નેતાઓ પર ખોટા કેસ કર્યા છે. જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે ભાજપ આ પ્રકારના ખોટા કેસ કરે છે.એમાં તેઓ નિષ્ણાત છે. સી.આર. પાટીલ હોય કે હર્ષ સંઘવી હોય, દિવસ-રાત તેમના મનમાં એક જ વાત છે, આમ આદમી પાર્ટી, આમ આદમી પાર્ટી. તેનો અર્થ એ છે કે તેઓ આમ આદમી પાર્ટીની તાકાતને સ્વીકારે છે અને તેથી તેઓ ડરે છે. આ વખતે જનતા પણ ઝાડુ ચલાવશે.