Isudan Gadhvi AAP News: આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પૂરો દમ લગાવીને આગળ વધી રહી છે અને સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર જનસભાઓ, મહોલ્લા સભાઓ, ખાટલા બેઠકો, ડોર ટુ ડોર અભિયાન જેવા કાર્યક્રમો કરી રહી છે. હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા અનેક વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તો તારીખ 17 એપ્રિલના રોજ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhviની ઉપસ્થિતિમાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા કાલાવડ ખાતે ખાટલા બેઠક યોજાઈ હતી અને આ ખાટલા બેઠકમાં ખેડૂતોની સમસ્યા જાણી હતી. ત્યારબાદ મોટા કાલાવડ ગામે વિજય વિશ્વાસ સભામાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ હાજરી આપી હતી. આ તમામ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના પદાધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, ઉમેદવારો અને વિશાળ સંખ્યામાં સામાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. તમામ જગ્યાએ લોકોએ આમ આદમી પાર્ટીને જબરદસ્ત આવકાર આપ્યો હતો અને આવનારી ચૂંટણીમાં ઝાડુંના બટન દબાવવા માટે પોતાની તૈયારી દેખાડી હતી. આ પરથી સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે કે આવનારી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી પ્રજાનો સાથ મેળવીને ગુજરાતમાં નવો ઇતિહાસ લખશે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ વિજય વિશ્વાસ સભામાં જણાવ્યું હતું કે, ગુજરાતનો ખેડૂત એટલા માટે દુઃખી છે કારણ કે જે ગતિએ અદાણીનો વિકાસ થયો એટલી જ ગતિએ ગુજરાતના ખેડૂતોને પણ વિકાસ થવો જોઈતો હતો પરંતુ એ થયો નથી માટે ખેડૂતો દુઃખી છે. આપણે જોયું કે છેલ્લા કેટલાક સમયમાં ઘણા ખેડૂતોએ આત્મહત્યા કરી તો સવાલ એ પેદા થાય છે કે આવી પરિસ્થિતિ કેમ પેદા થઈ? આ સરકારે ખેડૂતોને સપોર્ટ કરવા માટે જે નીતિઓ બનાવવાની જરૂર હતી, એ નીતિઓ બનાવી નથી અને ખેડૂત વિરુદ્ધની નીતિઓ બની એટલા માટે અત્યારે ખેડૂતો માટે કપરી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. આજે 5-25 નેતાઓ, 5-25 ઉદ્યોગપતિઓ અને 5-25 અધિકારીઓ જ પૈસા બનાવી રહ્યા છે. તો આ જ ખજાનો જો પબ્લિક તરફ વાળી દેવામાં આવે તો જનતાનો બેડો પાર થઈ જાય. અમે ખેડૂતો માટે કામ કરવા માટે આવ્યા છીએ અને હું મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હાલ જ કહેવા માગું છું કે જો તમે ખેડૂતો માટે મારા બતાવેલા દસ કામ કરી દો તો હું આજે જ રાજનીતિ છોડ દેવા માટે તૈયાર છું. કારણ કે અમને જાતિ ધર્મના નામે લોકોને લડાવતા ફાવતું નથી, અમે ખેડૂતો માટે કામ કરવા માટે આવ્યા છીએ. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ખેડૂતો માટે અનેક કામો કર્યા છે. જેમકે ખેડૂતોને સવારના સમયે આઠ કલાક વીજળી આપવામાં આવે છે. પંજાબમાં સરકાર ખેડૂતોનો તમામ પાક ખરીદી લે છે જ્યારે ગુજરાતમાં અનેક ખેડૂતોને ત્રણ ત્રણ મહિના સુધી પૈસા મળતા નથી. પંજાબમાં સરકાર ઘરે-ઘરે મહિનાની 300 યુનિટ મફતમાં વીજળી આપે છે. આજે પંજાબની તમામ 18 વર્ષથી ઉપરની મહિલાઓના ખાતામાં ₹1,000 આપવામાં આવે છે. આના પરથી સ્પષ્ટ દેખાય છે કે આમ આદમી પાર્ટી હકીકતમાં પ્રજાલક્ષી અને જનકલ્યાણની રાજનીતિ કરી રહી છે અને અમે ઇચ્છીએ છીએ કે આવા જ કામ ગુજરાતમાં પણ કરવામાં આવે એટલા માટે અમે ગુજરાતના તમામ લોકોને અપીલ કરવા માંગીએ છીએ કે આવનારી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને ઐતિહાસિક સમર્થન આપવામાં આવે અને લોકો દ્વારા ચલાવાતું શાસન લાવવામાં આવે.