Sagar Rabari AAP: આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પૂરો દમ લગાવીને આગળ વધી રહી છે અને સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર જનસભાઓ, મહોલ્લા સભાઓ, ખાટલા બેઠકો, ડોર ટુ ડોર અભિયાન જેવા કાર્યક્રમો કરી રહી છે. હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા અનેક વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તો તારીખ 16 એપ્રિલના રોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને ખેડૂત નેતા સાગર રબારીએ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ઈટાદરા અને સમોહ અને ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સોજા ગામે વિજય વિશ્વાસ સભામાં હાજરી આપી હતી અને ખેડૂતો, યુવાનો મહિલાઓની સમસ્યા પર ચર્ચા કરી હતી અને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે મત માંગ્યા હતા.

આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના પદાધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, ઉમેદવારો અને વિશાળ સંખ્યામાં સામાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. તમામ જગ્યાએ લોકોએ આમ આદમી પાર્ટીને જબરદસ્ત આવકાર આપ્યો હતો અને આવનારી ચૂંટણીમાં ઝાડુંના બટન દબાવવા માટે પોતાની તૈયારી દેખાડી હતી. આ પરથી સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે કે આવનારી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી પ્રજાનો સાથ મેળવીને ગુજરાતમાં નવો ઇતિહાસ લખશે.