Bharuch: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. આ દરમિયાન ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું, “હું આગામી લોકસભા ચૂંટણી નહીં લડું…”
હું આગામી લોકસભા ચૂંટણી નહીં લડું: મનસુખ વસાવા
આગામી લોકસભા ચૂંટણી નહીં લડવાનો નિર્ણય જાહેર કરતા મનસુખ વસાવાએ કહ્યું, “ભાજપે મને ધારાસભ્યથી કેન્દ્રીય મંત્રી બનાવ્યો છે. પાર્ટીએ મને ઘણું આપ્યું છે. હવે, હું આગામી આઠમી ટર્મમાં ચૂંટણી નહીં લડું, અને પાર્ટી માટે સક્ષમ ઉમેદવાર શોધવો મહત્વપૂર્ણ છે. ભરૂચ એક સામાન્ય લોકસભા બેઠક હોવા છતાં, તેમણે મને આદિવાસી નેતા તરીકે સાત વખત ટિકિટ આપી. હવે, પાર્ટીએ નવા યુવાનોને તક આપવી જોઈએ. તેથી, પાર્ટીએ મારા પછી યુવા કાર્યકરોને તૈયાર કરવા જોઈએ…”
નોંધનીય છે કે સાંસદ મનસુખ વસાવા 1995માં ભાજપની પ્રથમ રાજ્ય સરકારમાં મંત્રી હતા અને 2014માં મોદીની પ્રથમ સરકારમાં આદિવાસી કલ્યાણ રાજ્યમંત્રી હતા. મનસુખ વસાવા 1998થી ભરૂચ લોકસભા બેઠક પરથી સાત વખત સાંસદ રહ્યા છે.
મનસુખ વસાવાનું રાજકીય કારકિર્દી
૧૯૯૫ – રાજપીપળા બેઠક પરથી ધારાસભ્ય
૧૯૯૫ – રાજ્ય સરકારમાં નાયબ મંત્રી
૧૯૯૮ – ૧૨મી લોકસભાના સભ્ય (પેટાચૂંટણી) (પ્રથમ કાર્યકાળ)
૧૯૯૯ – ૧૩મી લોકસભાના સભ્ય (બીજુ કાર્યકાળ)
૨૦૦૪ – ૧૪મી લોકસભાના સભ્ય (ત્રીજુ કાર્યકાળ)
૨૦૦૯ – ૧૫મી લોકસભાના સભ્ય (ચોથુ કાર્યકાળ)
૨૦૧૪ – ૧૬મી લોકસભાના સભ્ય (પાંચમુ કાર્યકાળ)
૨૭ મે, ૨૦૧૪ થી ૫ જુલાઈ, ૨૦૧૬ સુધી કેન્દ્રીય આદિજાતિ કલ્યાણ રાજ્યમંત્રી.
૨૦૧૯ – ૧૭મી લોકસભાના સભ્ય (છઠ્ઠુ કાર્યકાળ)
૨૦૨૪ – ૧૮મી લોકસભાના સભ્ય (સાતમું કાર્યકાળ)





