Gold Silver Price: અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ અને શેરબજારમાં તેજી હોવા છતાં સોનું ₹1.54 લાખ અને ચાંદી ₹2.45 લાખને પાર પહોંચી ગયું

માર્કેટના નિષ્ણાતો આપી રહ્યા છે રોકાણકારોને સાવચેતી રાખવાની સલાહ.

અત્યારે બજારમાં એક અજબનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એક તરફ કાચા તેલના ભાવ ઘટી રહ્યા છે અને શેરબજાર ફૂલ તેજીમાં છે

તો બીજી તરફ સોના અને ચાંદીના ભાવ પણ રોકેટ ગતિએ વધી રહ્યા છે. 10 ગ્રામ સોનાનો ભાવ ₹1.54 લાખની પાર જતો રહ્યો છે

જ્યારે ચાંદીમાં પણ એક જ દિવસમાં લગભગ ₹14,000 નો મોટો ઉછાળો આવ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધવિરામ પછી પણ રોકાણકારો સોના-ચાંદીને જ સૌથી સુરક્ષિત માની રહ્યા છે