Rahul Bhuva AAP: રાજકોટમાં બેનર ઉતારવા બાબતે થયેલ ઘર્ષણના વાયરલ વીડિયો બાબતે આમ આદમી પાર્ટીના નેતા રાહુલ ભુવાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, મારો એક વિડીયો વાયરલ થયો છે જેમાં એવું કહેવામાં આવે છે કે મેં RMCના અધિકારી સાથે બોલાચાલી કરી તો એ મુદ્દે હું ખુલાસો કરવા માંગુ છું કે આ વિડીયો 31 તારીખનો હતો અને ત્યારે જાહેર રજા હતી. એ દિવસે અધિકારીઓએ સોસાયટીઓમાં ધારીઆ લઈને આવીને આમ આદમી પાર્ટીના બેનરો ઉતાર્યા હતા. સમર્થકોના ઘરમાં લગાવેલા બેનર ઉતારવામાં આવ્યા હતા. જેથી અમને સ્થાનિકોના ફોન આવ્યા હતા અને ત્યારબાદ અમે ત્યાં પહોંચ્યા અને અધિકારી સાથે વાત કરી હતી. અમે પૂછ્યું કે ઓર્ડર ક્યાં છે? તો એ લોકોએ અમને કોઈ ઓર્ડર કે માહિતી આપી નહીં. તો મહત્વપૂર્ણ બાબતે છે કે 31 તારીખે કોઈ પણ પ્રકારની આચારસંહિતા લાગી ન હતી. બીજી મહત્વપૂર્ણ બાબત કે એ લોકો પાસે બેનર ઉતારવા માટે કોઈપણ પ્રકારનો પરિપત્ર ન હતો. અને એ અધિકારી ભાજપના કોઈ નેતા સાથે ફોનમાં વાત કરતા હતા. જેથી સ્પષ્ટ થાય છે કે આ બધું ભાજપના ઈશારે થઈ રહ્યું છે. કારણ કે આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 4માં જીતી રહી છે.

આમ આદમી પાર્ટીના નેતા Rahul Bhuvaએ વધુમાં જણાવ્યું હતું કે, અમે કોઈપણ પ્રકારની ઉગ્ર બોલાચાલી કરી નથી અને એમને સવાલ પૂછવાનો અમારી પાસે હક છે. આ બધા લોકો હપ્તા લે છે એ પણ બધાને ખબર છે. જો રોડ પર કોઈ બેનર લાગી હોય અને હપ્તો આપી દેવામાં આવે તો ત્યારે આ લોકો કોઈપણ પ્રકારનો પ્રશ્ન ઉભો કરતા નથી. આજે પણ રોડ પર ભાજપના બેનરો લાગેલા છે પરંતુ તેને ઉતારવામાં આવતા નથી. પરંતુ આ લોકો ફક્ત આમ આદમી પાર્ટીના બેનરો ઉતારી રહ્યા છે. સામાન્ય માણસ ડરી જાય પરંતુ અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છીએ અને અમે કોઈથી ડરતા નથી. જ્યારે એ લોકોને ખબર પડી કે એ લોકો ખોટા છે તો એ લોકોએ કહ્યું કે બેનર લઈ જાઓ અને આ બધી બાબત વીડિયોમાં કટ કરીને એમણે પછી વિડીયો રિલીઝ કર્યો છે. એ લોકો વિડીયો રેકોર્ડિંગ કરતા હતા માટે એ લોકોએ વીડિયોને એડિટ કરીને રિલીઝ કર્યો છે. અને આ લોકો પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે માટે હું લોકોને વિનંતી કરવા માગું છું કે આ તમામ લોકો ઈમેજ ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મેં કોઈ ખોટી વાત કરી નથી.