Morbi: આજે (૫ એપ્રિલ) મોરબીમાં રાજવી પરિવારના નવા મહેલમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આગ લાગ્યા બાદ, ત્રણ ફાયર એન્જિન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.
ફાયર ફાઇટરોએ એક મહિલા માટે હૃદયદ્રાવક બચાવ કામગીરી હાથ ધરી હતી.
અહેવાલો અનુસાર, મોરબીમાં રાજવી પરિવારના મહેલમાં ત્રીજા માળે આગ લાગી હતી. આગ લાગવાના સમયે એક મહિલા અંદર ફસાઈ ગઈ હતી. જોકે, ફાયર ફાઇટરોએ તેને સફળતાપૂર્વક બચાવી લીધી હતી.
મહેલમાં આગ લાગવાના સમાચારથી સમગ્ર વિસ્તારમાં અને રાજવી પરિવારના સભ્યોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. સદનસીબે, ફાયર વિભાગની સતર્કતાએ મોટી દુર્ઘટના ટાળી હતી.





