Gujarat: ગુજરાત શિક્ષણ વિભાગે વિદ્યા સહાયકોની ભરતીની જાહેરાત કરી હતી. ધો.1થી 5માં 11 હજાર વિદ્યા સહાયકોની ભરતી થશે. ગુજરાત શિક્ષણ વિભાગે વિદ્યા સહાયકોની ભરતીની જાહેરાત કરી હતી. જિલ્લા-નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓ માટે ભરતી કરાશે. તે સિવાય ગુજરાત માધ્યમિક પ્રાથમિક શાળાઓ માટે ભરતી થશે. 15થી 24 એપ્રિલ સુધીમાં ઉમેદવારી કરવાની રહેશે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 5 (ગુજરાતી માધ્યમ) માટે 11,000 વિદ્યાસહાયકોની સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા આ અંગેની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી છે. ગુજરાતની વિવિધ જિલ્લા અને નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભરતી પ્રક્રિયામાં અંદાજિત 11,000 કુલ જગ્યાઓ છે. જાહેરાત ક્રમાંક 01/2026 અનુસાર, સમગ્ર ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે ઓનલાઇન માધ્યમથી હાથ ધરવામાં આવશે. ઉમેદવારોએ નીચે મુજબના શિડ્યુલને ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે.

ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત: 15 એપ્રિલ, 2026 (સવારે 12:00 વાગ્યાથી)
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારો પાસે સરકારના નિર્ધારિત નિયમો મુજબની શૈક્ષણિક અને તાલીમી લાયકાત હોવી જરૂરી છે.
શૈક્ષણિક લાયકાત: ઉમેદવાર પાસે D.El.Ed. (ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન) ની પદવી હોવી અનિવાર્ય છે.
પરીક્ષા: ઉમેદવારે TET-1 (ટીચર એલિજિબિલિટી ટેસ્ટ) સફળતાપૂર્વક પાસ કરેલી હોવી જોઈએ.
છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે વિશેષ તક
આ જાહેરાતમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે ઉમેદવારો હાલ D.El.Ed. ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે પરંતુ અગાઉ TET-1 પરીક્ષા પાસ કરી ચૂક્યા છે, તેઓ પણ આ ભરતીમાં ભાગ લઈ શકશે. આવા ઉમેદવારોએ અરજી કર્યા બાદ જ્યારે પરિણામ જાહેર થાય, ત્યારે પોતાના ગુણ અને માર્કશીટ ઓનલાઇન પોર્ટલ પર અપડેટ કરવાની રહેશે. રાજ્યમાં પ્રાથમિક શિક્ષણનું માળખું મજબૂત કરવાના હેતુથી લેવાયેલા આ નિર્ણયને પગલે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાયકાત ધરાવતા ઉમેદવારોને સમયમર્યાદામાં સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી દેવા સૂચના આપવામાં આવી છે.





