PM મોદી આવતીકાલે આવશે ગુજરાત, 6000 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવશે.
આ મુલાકાત દરમિયાન તેઓ 6,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સ અને રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે.
આ મુલાકાત દરમિયાન પીએમ મોદી જૈન વારસાના સંરક્ષણ, અદ્યતન ટેકનોલોજી (સેમિકન્ડક્ટર) અને માળખાગત વિકાસ પર ભાર મૂકશે.
પીએમ મોદીના પ્રવાસની શરૂઆત ગાંધીનગર જિલ્લાના કોબા ગામથી શરૂ થશે