હવે માત્ર અનુભવથી કામ નહીં ચાલે, કેન્દ્ર સરકારના કર્મચારીઓએ ફરજિયાતપણે ઓનલાઈન ટ્રેનિંગ કોર્સ પૂરા કરવા પડશે
સરકારે કર્મચારીઓના પરફોર્મન્સનું મૂલ્યાંકન કરવા માટે ઓનલાઈન કોર્સ ફરજિયાત કરી દીધા છે.
હવે તમામ કેન્દ્રીય કર્મચારીઓ અને અખિલ ભારતીય સેવા (All India Services) ના અધિકારીઓ માટે 'iGOT' (ઇન્ટિગ્રેટેડ ગવર્નમેન્ટ ઓનલાઈન ટ્રેનિંગ) પોર્ટલ પર નક્કી કરેલા કોર્સ પૂરા કરવા ફરજિયાત છે.
આની સીધી અસર તમારા ઇન્ક્રીમેન્ટ પર પડશે, કારણ કે આ કોર્સનું રિઝલ્ટ તમારા વાર્ષિક મૂલ્યાંકન રિપોર્ટ (APAR) માં નોંધવામાં આવશે.
જો તમે આ કોર્સ પૂરા કરવામાં નિષ્ફળ જશો, તો તમારા મૂલ્યાંકન અને પગારવધારામાં મોટો વિલંબ થઈ શકે છે.