Gandhinagar: આજે (૧૬ માર્ચ) ગાંધીનગર સચિવાલય સંકુલમાં એક ચોંકાવનારી ઘટના બની, જ્યાં ૪૦ વર્ષીય વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. અમદાવાદના વટવા વિસ્તારના રહેવાસી મકસૂદ ગુલઝારે સચિવાલયની અંદર ચાદર વડે પોતાની ગરદન પર ઇજા પહોંચાડી હતી. આ ઘટનાથી સચિવાલયમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી.
ઘટનાની માહિતી મળતાં, લોહીથી લથપથ મકસૂદને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેને ગળામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. સચિવાલય જેવા ઉચ્ચ સુરક્ષાવાળા વિસ્તારમાં આ વ્યક્તિએ આવું પગલું કેમ ભર્યું તે અંગે પોલીસે તપાસ તેજ કરી છે.





