AAP leader caught in liquor case in Ahmedabad: અમદાવાદ શહેરના અમરાઇવાડી શીવાનંદનગરમાં ક્રાઇમબ્રાંચે દરોડોપડતા મોટો ખુલાસો થયો. આમ આદમી પાર્ટીનો નેતા સચિન રાજપુત નામનો યુવક દેશી દારૂનું વેચાણ કરતો ઝડપાયો. સચિન રાજપુત આમ આદમી પાર્ટીનો સ્થાનિક નેતા હતો અને તે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉભો રહ્યો હતો. તે છેલ્લાં ઘણા સમયથી દેશી દારૂના ધંધામાં જોડાયો હતો.

અમદાવાદ ક્રાઇમબ્રાંચને અમરાઇવાડી વિસ્તારમાં પેટ્રોલીંગ કરતા સમયે બાતમી મળી હતી કે શિવાનંદનગરમાં દેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેના આધારે પોલીસે તપાસ કરતા સચિનસિંહ રાજપુત (રહે. સાકાર બંગ્લોઝ,જયદીપ હાઇસ્કૂલ પાસે, અમરાઇવાડી) દેશી દારૂના જથ્થા સાથે મળી આવ્યો હતો.. પોલીસે દ્વાર વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે છેલ્લાં ઘણા મહિનાઓથી દેશી દારૂનું સ્થાનિક વિસ્તારમાં મોટાપાયે વેચાણ કરતો હતો.સચિનસિંહ રાજપુત આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હતો અને તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવાર હતો. પરંતુ, તે ચૂંટણી હારી ગયો હતો. ક્રાઇમબ્રાંચે આરોપી સચિનસિંહને અમરાઇવાડી પોલીસને સોંપીને પ્રોહીબીશનનો કેસ નોંધીને કાર્યવાહી કરી છે.