CM Bhupendra Patel News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી,ઊર્જામંત્રી ઋષિકેશ પટેલ, અન્ન નાગરિક પુરવઠામંત્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રાકૃતિક ગેસ પુરવઠાની વર્તમાન સ્થિતિ અંગેની સમીક્ષામાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં પ્રાકૃતિક ગેસ પુરવઠો (પીએનજી)ના ડોમેસ્ટિક ઉપયોગ માટે ઘરે ઘરે પાઈપલાઈન દ્વારા ગેસ પુરવઠો મેળવી રહેલા નાગરિકો માટે હાલ રાજ્યમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.

આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ એમ કે દાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, અન્ન નાગરિક પુરવઠા અધિક મુખ્ય સચિવ મોના ખંધાર, ઊર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, જીએસપીસીના એમડી અવંતિકા સચિવ અને મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાતં પાંડે સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.