Team India: ટીમ ઈન્ડિયાના ઓપનર અભિષેક શર્માનું T20 વર્લ્ડ કપ 2026 માં પ્રદર્શન અત્યાર સુધી ખૂબ જ ખરાબ રહ્યું છે. અત્યાર સુધી એવું કહેવામાં આવ્યું હતું કે તે પોતાની ઈજાના લીધે રમી રહ્યો નહોતો પણ હવે બીજો ચોંકાવનારો ખુલાસો થયો છે. 

ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં અભિષેકને ગંભીર ઈજા થઈ હતી, પરંતુ ટીમ મેનેજમેન્ટે તેને ગુપ્ત રાખ્યું હતું, અને તેણે ઈજાગ્રસ્ત હોવા છતાં પહેલી મેચમાં બેટિંગ કરી હતી. જોકે, T20 વર્લ્ડ કપ 2026 માં તેનું પ્રદર્શન નબળું રહ્યું છે. તે ચાર મેચમાં ફક્ત 15 રન જ બનાવી શક્યો છે, અને આ ઈજા તેના ખરાબ પ્રદર્શનનું કારણ માનવામાં આવે છે. પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે તેના પેટમાં ચેપ છે અને એટલે તેને રમવાની ના પાડવામા આવી હતી. ત્યારબાદ તેને પેટમાં દુખાવો ઉપાડ્યો હતો અને પરિસ્થિતિ ખૂબ ગંભીર બની હતી. 

ટીમ ઈન્ડિયાએ એક મહત્વપૂર્ણ સત્ય છુપાવ્યું હતું.

અહેવાલો અનુસાર, ટીમના સત્તાવાર ફોટોશૂટ દરમિયાન અભિષેકને હાથમાં કાપ લાગ્યો હતો. ઈજા એટલી ગંભીર હતી કે તેને ટાંકા લેવાની જરૂર પડી હતી. આમ છતાં, અભિષેકે ઈજા હોવા છતાં, ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં યુએસએ સામે બેટિંગ કરી. તે કોઈ રન બનાવ્યા વિના આઉટ થઈ ગયો. જોકે, આ નિર્ણયથી સવાલો ઉભા થયા છે કે આટલી ગંભીર ઈજા સાથે રમવાનું જોખમ કેમ લેવામાં આવ્યું.