Assam: તાજેતરમાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેને લઈને આસામના મુખ્યમંત્રી વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. વાયરલ વીડિયો પર આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરી. કોર્ટે અરજદારોને પૂછ્યું કે તેઓએ સીધા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરતા પહેલા ગુવાહાટી હાઈકોર્ટનો સંપર્ક કેમ ન કર્યો.
સુનાવણી દરમિયાન, કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કોઈપણ રાજ્યની હાઈકોર્ટની બંધારણીય સત્તાઓને નબળી પાડી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જો આ મામલો રાજ્યના અધિકારક્ષેત્રનો હોય, તો અરજી પહેલા સંબંધિત હાઈકોર્ટમાં દાખલ કરવી જોઈએ.





